નવું વર્ષ,
સંવત:૨૦૬૮(૨૭-૧૦-૨૦૧૧)
સ્નેહી જ્ઞાતિ મિત્રો,
જય શ્રીકૃષ્ણ અને નૂતન વર્ષાભિનંદન.
સંવત ૨૦૬૮ નું નવું વર્ષ ઘણી બધી આશાઓ લઈને આવ્યું છે.
આપણ સર્વેને ભગવાનના,દેવીદેવતાઓના અને ગુરૂજનો-વડીલજનોના
શુભ આશિષ મળો.
પરમપિતા પરમાત્મા આપણાં પર રાજી છે તે આપણે ગત વર્ષના આપણાં
સમાજના વિકાસ પરથી જોઈ શકીએ છીએ.
મિત્રો,આપણે સર્વે એક પરમ પિતાના સંતાનો હોવાને નાતે એક-બીજા સાથે
જોડાયેલા છીએ. અને તેમનામાં ભેદ-ભાવ જોવાનું છોડીએ અને એક-બીજાને
મદદરૂપ થઈએ તો હજારહાથવાળો આપણાં પર વરસતો રહે તેમાં શંકાને સ્થાન નથી.
પ્રભુ પાસે સઘળું અખૂટ છે અને તે આપવાવાળો છે.તેને લેવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. હા, તે તેના બાળકો-આપણાં- દ્વારા આપણને આપે છે. માટે આપણને જે કાંઇ મળે તેમાથી થોડુંઘણું આપણે અન્યને આપીએ તો આપણે પ્રભુના આપવાના કાર્યમા નિમ્મિત બન્યા કહેવાઈએ. અને પ્રભુના કામમાં નિમ્મિત થવું એટલે પ્રભુના પ્યારા થવું.તો આ વર્ષ દરમ્યાન આપણે સમાજને સમય,ધન,સેવા,વગેરે જે કાઇ આપી શકીએ તે આપી પ્રભુ કાર્ય કર્યાનો લાભ પામવાનો નિશ્ચય કરીયે.
નાંણાકીય દાન કરવું હોય તો એક બીજો પણ રસ્તો છે. આપની અનુકૂળતા હોય તેટલી રકમની વગર વ્યાજની લોન અમુક સમય માટે સમાજને આપો અને સેવાનો લાભ લો.
આશરે સવા બે વર્ષની આપણી આ સંસ્થા, અત્યારના સમયમાં જન્મતા બાળકો
જન્મતા જ જેમ તેમની હોશિયારી અને વિકાસના ઝડપી કદમો માંડતાઅનુભવાય છે તેમ આપણો આ સમાજ પણ આર્થિક-સામાજિક સેવાકીય,સ્વાસ્થ્યને લગતી અને ધાર્મિક,આધ્યાત્મિક,શાળાકિય, સાંસ્ક્રુતિક,આઉટિંગ વિગેરે પ્રવૃત્તિઓમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેનો આપણે જરૂર ગર્વ લઈ શકીએ. હા, તેમ થવાનું કારણ નિઃશંક આપણે બધા હળીમળીને સહકારથી ચાલીએ છીએ તે છે.
મિત્રો,કારોબારીના મોટા ભાગના સભ્યો તથા આપ સર્વે દરેક પ્રવુત્તિઓમાં ખૂબ સારો સાથ આપો છો અને તમારા બધાના પરસેવે હું પુરુષાર્થી દેખાઉ છુ તેથી આપ સર્વેનો -પાયાના પત્થરોનો- હું દિલથી આભારી છું.
સભ્યશ્રીઓ, આપણે આપણી વેબ સાઇટ શરૂ કરી છે પણ તેને અપડેટ કરવામાં
આપણે સરકારી તંત્રની જેમ ઢીલા પડ્યા છે. પણ તે ત્રુટિ ટૂકમાં સુધારી લઈશું.
અલબત્ત તે માટે પણ તમે તેના પર રજીસ્ટ્રેસન કરી, તમારી ખૂટતી વિગતો મોકલી સહકાર આપશો તે જરૂરી છે. આ વિગતો તમો કોઈ પણ કારોબારી સભ્યની મદદથી પણ મોકલી શકશો. તેનો ઉપયોગ આપણી બીજા સ્ટેજની ગુજરાતી ડિરેક્ટરી જે બનાવવાનું હાથ ધારેલ છે તે માટે પણ જરૂરી છે.
આશા રાખું તમને સર્વે ને સુવેનિયર-સંભારણૂ-મળી ગયું હશે. તેમાં ડો. દંપતી શ્રીમતી ચારુલતાબેન અને શ્રી હરકાંતભાઈ બદામીએ “ ટીમ વર્કનું મહત્વ “ શીર્ષક હેઠળ એક લેખ આપ્યો છે. બધાને મારી વિનંતી કે આ લેખ વાંચે, સમજે અને વિવિધ ક્ષેત્રો જેવા કે ઘરના, ધંધાના, સમાજના કામોમાં તેનો અમલ કરી સમયનો બચાવ, મહેનતની વહેચણી,નવરાસની ઉપલબ્ધિ, સહિયારા આનંદની પ્રાપ્તિ અને સર્વાંગી વિકાસના સ્વામી બને.
ફરી સૌને નયા સાલ મુબારક. અને હવે પછીની પ્રવુત્તિઓમાં હોંશભેર ભાગ લેવા વિનંતી.
આપનો સહદયી ,
અશોક વી શાહ
પ્રમુખ,